વિશ્વમાં કોરોના એ સૌથી વધુ કહેર અમેરીકામાં વરસાવ્યો છે, અમેરીકામાં કોરોનાને કારણે 5000 લોકોના મૃત્યુ થયા છે જેમાં છેલ્લા 24 કલાકમાં જ 1000 થી વધારે લોકોના મોત થયા છે. અમેરીકામાં કોરોનાના 215215 કેસ નોંધાયા છે.

અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં જ 2000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 83,000 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ એ પણ નિસહાય બનતા દેશને જણાવ્યુ હતું કે તેઓ મૃત્યુ આંક ઓછો રહે તે માટે કામ કરી રહ્યા છે.

અમેરિકાના કોરોના ટાસ્ક ફોર્સ પ્રમુખ ડેબોરા બિર્સને કહ્યું કે, અમારો અંદાજ છે કે અમેરિકામાં કોરોના કારણે 1-2 લાખ લોકોના મોત થઈ શકે છે. અમારો પૂરો પ્રયત્ન છે કે લોકોના જીવ બચાવી શકાય અને મોતનો આંકડો ઓછામાં ઓછો રહે.