દેશમાં સતત વધી રહેલા કોરોના કેસની સંખ્યા આજે 2 લાખને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકના જાહેર કરાયેલા આંકડા મુજબ 8171 નવા કેસ નોંધાયા છે અને 219 લોકોના મોત થયા છે. આ સાથે જ હાલ દેશમાં કોરોનાના કૂલ કેસ 2,00,745 થયા છે અને મોતનો આંકડો પણ 6000 ને વટાવી ગયો છે.

કોરોના કેસનો 2 લાખનો આંકડો પાર કરનાર ભારત 7મો દેશ બની ગયો છે, ગયા મહિને 18 તારીખ સુધીમાં ભારતમાં 1 લાખ કેસ હતા જે છેલ્લા 20 દિવસમાં વધીને 2 લાખ થયા છે અને તેમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં સતત 8000 થી વધુ કોરોનાના કેસ નોંધાય રહ્યા છે જે ભયજનક છે. આ ગંભીર સ્થિતિ છતાં ICMR નું કહેવું છે કે દેશની સ્થિતિ સારી છે.

ડિસ્ચાર્જની નવી ગાઈડલાઇન ને કારણે ઘણા સમયથી દર્દીઓને લક્ષણ ના દેખાતા ટેસ્ટ વગર ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે જેને કારણે રિકવરી રેટમાં ભારે ઉછાળો આવ્યો છે. હાલ દેશમાં રિકવરી રેટ 48.19% પહોંચ્યો છે, છેલ્લા 24 કલાકમાં 3708 લોકો ને સ્વસ્થ જાહેર કરી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેને કારણે ડિસ્ચાર્જ થયેલા કૂલ દર્દીઓની સંખ્યા 95,527 એ પહોંચ્યો છે.

ગુજરાતમાં 415 નવા કેસ સાથે કૂલ કેસનો આંક 17,632 એ પહોંચ્યો હતો અને મૃત્યુ આંક પણ 1092 એ પહોંચ્યો છે. દેશમાં સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રમાં છે જે 70,013 એ પહોંચ્યો અને મૃત્યુ આંક પણ 2362 થયો છે. દુનિયામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 6,378,239 થઈ ગયા છે જેમાં સૌથી વધારે 1,831,821 અમેરિકામાં છે. બીજા નંબરે 5,55,383 કેસ સાથે બ્રાઝિલ છે, આ પછી રશિયા 423,186, યુકે 279,392, સ્પેન 239,932 , ઈટાલી 233,515 અને સાતમા નંબર પર ભારત 207,191 છે.