માલેગાંવ, મહારાષ્ટ્ર: એક તરફ જ્યાં નેતાઓના તેજાબી ભાષણો એ રાજધાની દિલ્લી ને આગમાં ધકેલી ને દેશની આબરૂ રાખ કરી છે ત્યાં બીજીતરફ આવા તેજાબી નેતાઓ નો બફાટ બંધ થવાની જગ્યા એ વધી રહ્યો છે. હાલ દેશમાં સમાજ અને ધર્મના નામે નેતાઓ ચરી ખાઈ રહ્યા છે અને તેમની સ્વાર્થની રાજનીતિ માટે લોકોને ભડકાવી રહ્યા છે. ત્યારે આવા બેલગામ નેતાઓ પર લગામ ક્યારે લાગશે?

મહારાષ્ટ્રના માલેગાંવમાં AIMIM નાં ધારાસભ્ય મુફતી મોહમ્મદ ઈસ્માઈલ એ એક સભામાં ભડકાઉ ભાષણ આપતા લોકોને ઉશ્કેર્યા છે જેમાં તેઓ શહેરની એક ઘટનાને ધાર્મિક રંગ આપતા તંત્રને ગર્ભિત ધમકી આપતા નજરે આવી રહ્યા છે. તેઓ એ કહ્યું કે,

શહેરમાં ફાયરિંગની ઘટના બની , કેમ તેમાં FIR નોંધવામાં ના આવી?

તંત્ર (પોલીસ તંત્ર) એ યાદ રાખવું કે જો અમે શાંતી રાખી શકીએ તો શાંતિ ભંગ પણ કરી શકીએ, અમે બંગળીઓ નથી પહેરી

– મુફતી મોહમ્મદ ઈસ્માઈલ, AIMIM નાં ધારાસભ્ય

દિલ્લીની ઘટના પરથી તમામ રાજ્યો એ શીખ લેવાની જરૂર છે અને ભડકાઉ નિવેદન આપતા લોકો અને નેતાઓ પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જો એક ધારાસભ્ય જ આવી વાતો કરીને લોકોને ઉશ્કેરે તો દેશમાં લોકતંત્ર નહીં બચે અને જંગલરાજ/ગુંડારાજ જેવી હાલત બની જશે. હાલમાં જ મોદી સરકારે હેટ સ્પીચ (ભડકાઉ ભાષણ) ની કાયદાકીય પરિભાષાનો વિસ્તાર કરવાનો નિર્દેશ આપ્યો છે જેનાથી આવા ભાષણ દેતા લોકો પર કાર્યવાહી કરી શકાય. જો કે આજદિન સુધી આવા મામલે સરકારોનો વલણ નરમ રહ્યો છે ત્યારે હવે આટલી ગંભીર ઘટનાઓ બાદ સરકાર ખરેખર આ દિશામાં નક્કર પગલા લે તેવી આશા સેવાઇ રહી છે.