કોરોના સામે લડવા માટે તમામ ક્ષેત્ર માંથી આમ અને ખાસ લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે ત્યારે બૉલીવુડ સ્ટાર્સ પણ સારા એવા પ્રમાણે દાન કરી રહ્યા છે. કેટલાક બૉલીવુડ સ્ટાર્સ દ્વારા આ મદદની જાણકારી સોશિયલ મીડિયામાં શેર કરાતા લોકો માની રહ્યા છે કે જેણે જાહેરાત કરી એણે જ મદદ કરી એ સિવાયના લોકો એ મદદ નથી કરી.

લોકોની આ માનસિકતા ને કારણે બૉલીવુડ સ્ટાર્સ ને ટાર્ગેટ કરીને તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ટ્રોલ્સની આ હરકતનો શિકાર અમિતાભ બચ્ચન અને સોનાક્ષી સિંહા પણ બન્યા છે અને તેમને પુછવામાં આવી રહ્યું છે કે તેણે કોરોના સામે લડવા માટે કેમ દાન ના કર્યું?

ટ્રોલ્સના આ સવાલો પર જવાબ આપતા સોનાક્ષી સિંહા એ ટ્વિટ કરીને જણાવ્યુ કે,

“મિનિટ માટે મૌન એ ટ્રોલ્સ માટે જે માને છે કે દાનની જાહેરાત નથી કરી એટલે દાન નથી આપ્યું, નેકી કર દરિયામાં નાખ, સાંભળ્યું તો હશે? કેટલાક લોકો ખરેખર આ અનુસરે છે! હવે શાંત થઈ જાઓ અને ખરેખર કઈંક સારું કામ કરો (જાહેર કરવું કે નહીં તે વ્યક્તિગત વિચાર છે)

અમિતાભે પણ ટ્વિટ કરતા કહ્યું કે,

ઘણા બૉલીવુડ કલાકારો એ લાખો-કરોડો રૂપિયા PM Care, CM રિલિફ ફંડ અને અલગ અલગ NGO ને આપી મદદની જાહેરાત કરી છે. સલમાન અને અજય દેવગણ જેવા ઘણા કલાકારો એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા દૈનિક મજદૂરો ને રાહત સામગ્રી મળી રહે તે માટે મદદ કરી છે.