આજથી દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થતા મહિનાઓ બાદ એવિએશન સેકટરને રાહત મળી છે અને લોકડાઉન ને કારણે અન્ય સ્થળો એ ફસાયેલા લોકોને પરત તેમના ઘરે જવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ 3 એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે જેમાં અમદાવાદ, સુરત અને વડોદરાથી ફ્લાઈટ ઓપરેશનની શરૂઆત થઈ છે. અમદાવાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટથી દરરોજ 90 ફ્લાઇટ ઓપરેટ થશે જેમાં અમદાવાદથી 45 ફ્લાઇટ અન્ય રાજ્યોમાં જશે 45 ફ્લાઇટ અન્ય રાજ્યોમાંથી અમદાવાદ આવશે.

આજથી શરૂ થયેલ વિમાન સેવા માટે યાત્રીઓનો ઘસારો મોટા શહેરોમાં નજર આવી રહ્યો હતો, ફ્લાઇટ્ ઓપરેશનની સંખ્યા ઓછી હોતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ને કારણે યાત્રીઓનિ સંખ્યા પહેલાના પ્રમાણે ઓછી છે પરંતુ આ કપરા સમયમાં મહિનાઓ સુધી બંધ રહેલા એવિએશન સેકટર ને આજથી મળેલી છૂટથી ચોક્કસ થોડી રાહત મળી હશે.

 

એરપોર્ટ પર યાત્રીઓ પાસે સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરાવવામાં આવી રહ્યું છે અને માસ્ક અને સેનેટાઈઝર થકી સાવચેતીના પગલા લેવડાવવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર યાત્રીઓના થર્મલ ચેકિંગ પણ કરાવવામાં આવી રહ્યા છે.