ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, 24 કલાકમાં જ કોરોના પોઝીટીવ કેસમાં 437 નો ઉછાળો આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ભારતમાં કુલ કોરોના પોઝીટીવ કેસ 1834 એ પહોંચ્યો છે અને 41 લોકો મૃત્યુ પામ્યા છે. કોરોનાના કેસમાં આવેલા આ ઉછાળ અંગે મંત્રાલયના અધિકારીઓ દ્વારા લોકોને આશ્વાસન આપતા કહેવામા આવ્યું છે કે આ ઉછાળો નેશનલ ટ્રેન્ડ નથી પરંતુ તબલીગી જમાતમાં સામેલ થયેલા લોકોમાં મોટા પ્રમાણે કોરોના ફેલાયો હોવાને કારણે પોઝીટીવ કેસમાં એક દિવસમાં આટલો ઉછાળો નોંધાયો છે.

કોરોનાની દહેશત વચ્ચે હજારો જમાતીઓ દિલ્લીમાં એકઠા થતા આ સ્થિતિ નિર્માણ પામી છે. જમાતીઓ નું એકઠું થવું અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં તેમનો પ્રવાસ થવાને કારણે દેશભરમાં કોરોનાનો સંકટ વધ્યો છે. હાલ રાજ્ય સરકારો 6000 જેટલા જમાતીઓ ની શોધખોળ કરી તેમની ટેસ્ટિંગ કરી રહી છે અને તેઓને આઇશોલેટ કરી રહ્યા છે.

દિલ્લીમાં કોરોનાનો આંક 152 થયો છે જેમાં 53 કેસ એ છે જે આ જમાતમાં સામેલ થયા હતા. તમિલનાડુમા જમાતીઓના 110 કેસ પોઝીટીવ આવ્યા છે. તેલંગાણામા 50 કેસ પોઝીટીવ આવ્યા છે જે જમાતમાં સામેલ હતા. આ સિવાય હજારો જમાતીઓ ને રાજ્ય સરકારો દ્વારા આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે અને તેઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજુ બધા જમાતીઓ ની ટેસ્ટ નથી થઈ ત્યારે આગળ જતા આ આંકડા મોટા પ્રમાણે વધી શકે છે.