ભારતમાં કોરોના પોઝીટીવનો આંક 2,547 એ પહોંચ્યો છે અને 62 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં કોરોના સંક્રમણનો ગ્રાફ જોઈએ તો તે દિવસેને દિવસે વધ્યો જ છે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 400 થી વધુ કેસ સામે આવ્યા છે. 1 એપ્રિલે 437 અને 3 એપ્રિલે 478 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે. નવા નોંધાયેલા કેસોમાં 60% થી વધુ કેસ તબલીગી જમાતના છે.

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ કોરોનાના આંકમાં થયેલો હાલનો વધારો રાષ્ટ્રીય ટ્રેન્ડ નથી પરંતુ તબલીગી જમાતમાં સામેલ લોકોની મોટા પ્રમાણે થયેલ ટેસ્ટને કારણે છે. ભારતમાં હાલ ટેસ્ટ પૂરતા પ્રમાણમા નથી થઈ રહી, અત્યારસુધીમાં ફક્ત 50,000 થી વધુ જ ટેસ્ટ થયા છે જેને કારણે દેશમાં કોરોનાનો સાચો આંકડો સામે નથી આવ્યો. Reuters મુજબ ભારત કોરોના ટેસ્ટ મામલે અન્ય દેશો કરતા પાછળ છે અને પાકિસ્તાન પણ વસ્તી મુજબ ભારત કરતા વધુ ટેસ્ટ કરી રહ્યા છે.