ઈંદોરના સિલાવટપુરામાં ડોકટરોની ટીમ પર હુમલો કરનાર ભીડ નો વિડિયો ગઇકાલથી સોશીયલ મીડીયા પર વાઇરલ થઇ રહ્યો હતો જે બાદ દેશભરમાં લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠયો હતો કારણકે હાલની સ્થિતિમાં દેવદૂત બનેલા ડોકટરો પર ભીડ દ્વારા હુમલો તે લોકોનો અમાનવીય ચેહરો ઉજાગર કરે છે.

મધ્યપ્રદેશમાં કોરોનાની તપાસ કરવા પહોંચેલ ડોક્ટરોની ટિમ પર ભીડ એ કર્યો હુમલો!

Posted by Gujarat Daily – News on Thursday, April 2, 2020

ઘટના એ હતી કે ડોકટરની એક ટીમ આ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાનો કોરોના તપાસ કરવા ત્યાં પહોંચી હતી જ્યાં પહેલા તો મહિલા અને તેના પરિવારે સહાયતા કરી પરંતુ બાદમાં મહિલાને હોસ્પિટલ ભરતી કરવાની વાત ડોકટરે કરતા પરિવાર ભડક્યું હતું જે બાદ પાડોશીઓ સાથે મળીને આ ભીડ એ ડોકટરોની ટીમ પર હુમલો કર્યો હતો, ડોકટરો પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી તો ગયા પરંતુ ઘણા ડરી ગયા હતા.

આ ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજિંહ ચૌહાણ એ ટ્વીટ કરી ખાતરી આપી હતી કે આરોપીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને આજે તેઓએ કડક કાર્યવાહી કરતા 4 આરોપીઓ પર રાસુકા (રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન) લગાવી છે.

શું છે ‘રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન’?

રાસુકામાં કસ્ટડીમાં લેવામાં આવેલાં વ્યક્તિને વધારેમાં વધારે એક વર્ષ સુધી જેલમાં રાખી શકાય છે. રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન 1980 દેશની સુરક્ષા માટે સરકારને વધારે પાવર આપવા સંબંધિત કાયદો છે. આ કાયદો કેન્દ્ર અને રાજ્ય સરકારને કોઈ પણ શંકાસ્પદ નાગરિકને કસ્ટડીમાં લેવાની સત્તા આપે છે.

આ કાયદો કલેક્ટર, પોલીસ કમિશ્નર, રાજ્ય સરકાર પોતાની સિમિત સત્તામાં રહીને પણ કરી શકે છે. આ કાયદા હેઠળ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને કોઈ આરોપ વગર પણ 12 મહિના સુધી જેલમાં રાખવામાં આવી શકે છે.

રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવેલા વ્યક્તિને તેની વિરુદ્ધ આરોપ નક્કી કર્યાં વગર 10 દિવસો માટે રાખવામાં આવી શકે છે. કસ્ટડીમાં લેવામાં આવેલો વ્યક્તિ ઉચ્ચ ન્યાયાલયના સલાહકાર બોર્ડ સમક્ષ અપીલ કરી શકે છે પરંતુ તેને મુકદ્દમા દરમિયાન વકિલની મંજુરી નથી.