કોરોના મહામારીનો આંક દેશમાં 2000 ને પાર પહોંચતા પ્રધાનમંત્રી મોદી એ આજે વિડિયો સંદેશ જાહેર કરી દેશને સંબોધન કર્યું હતું. આ અગાઉ પ્રધાનમંત્રી મોદી એ 24 માર્ચ એ દેશને સંબોધનમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. આજે પ્રધાનમંત્રીના સંબોધનમાં તેઓ એ દેશને રાષ્ટ્રીય એકતા પ્રદર્શિત કરવા માટે 5 એપ્રિલે રવિવારે 9 વાગ્યે 9 મિનિટ માટે ઘરની લાઇટ બંધ કરીને દીવો પ્રકટાવવા કે ટોર્ચ શરૂ કરવા અપીલ કરી છે. આ અગાઉ પ્રધાનમંત્રીએ કોરોના સામે લડી રહેલા કર્મીઓ નું અભિવાદન માટે 5 મિનિટ માટે થાળી અને તાળી વગાળવા કહ્યું હતું જેને ભારે જન પ્રતિસાદ મળ્યો છે.

#Live | પ્રધાનમંત્રી મોદીનો દેશને વિડીયો સંદેશ

#Live | પ્રધાનમંત્રી મોદીનો દેશને વિડીયો સંદેશ

Posted by Gujarat Daily – News on Thursday, April 2, 2020

ગઇકાલે પ્રધાનમંત્રી મોદી એ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી જેમાં રાજ્યો એ લોકડાઉન પૂરા થયા બાદ પણ લોકો ઘર બહાર નીકળી ભીડ ભેગી ના કરે તે માટે કેન્દ્ર સામે ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ફેઝ મુજબ પ્રતિબંધો ધીરેધરે કરીને હટાવવા અંગે ચર્ચા પણ થઈ હતી.