2012 દિલ્લીના બહુચર્ચિત બળાત્કારના કેસના આરોપીઓ ને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે પરંતુ આરોપીઓ પોતાનો જીવ બચાવવા માટે હવાતિયા મારી રહ્યા છે. કાયદાની આંટીઘૂંટીનો સહારો લઈને તેઓ એક પછી એક અરજીઓ નાખી ફાંસીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ કોર્ટે તેમની આ અરજી ફગાવી છે.

બળાત્કારી પવન એ થોડા દિવસ પહેલા કોર્ટમાં અરજી કરી હતી કે તેને ફાંસીની સજા બદલીને આજીવન કેદની સજા આપવામાં આવે પરંતુ કોર્ટે આજે તેની આ અરજી ફગાવી દીધી છે. અત્યારસુધીમાં કોર્ટે 3 વખત ડેથ વોરંટ જાહેર કરીને ફાંસીની તારીખ નક્કી કરી હતી પરંતુ આરોપીઓ દ્વારા કાયદાનો સહારો લઈ બચવાનો પ્રયાસ કરવામાં આવતો રહ્યો છે. કોર્ટના ત્રીજા ડેથ વોરંટ મુજબ નિર્ભયા કેસના આરપીઓ ને 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે.