• 24 કલાકમાં રેકોર્ડબ્રેક 9034 કેસ, 260 મોત
  • કોરોનાનો કુલ આંક 2,16,919ને પાર, 6075 મોત

દેશમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. 20 દિવસમાં 1 લાખ કેસ વધતા સ્થિતિ ગંભીર બની છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના કેસ 8000 થી વધુ નોંધાઈ રહ્યા હતા જે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 9034 એ વધ્યા છે અને મોતનો આંક પણ 260 થયો છે જે અત્યારસુધીમાં એક દિવસમાં નોંધાયેલ આંકથી વધુ છે.

જો કે કુલ કેસના લગભગ 50 ટકા દર્દીઓ સાજા થયા છે એટલે કે કુલ આંક 2,16,919ને પાર છે તો સાથે જ કુલ 1,04,107 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

દેશ-ગુજરાતના મહત્વપૂર્ણ સમાચાર મેળવવા અમારા  Whatsapp અને Telegram ગ્રૂપ સાથે જોડાઓ