કોરોના સામે જંગમાં હરકોઈ યથા શક્તિ મદદ કરી રહ્યા છે ત્યારે બૉલીવુડ કલાકારો પણ મદદ માટે આગળ આવ્યા છે. ઘણા બૉલીવુડ કલાકારો એ પોતાના દ્વારા કરવામાં આવેલ દાનની જાહેરાત કરાતા લોકો માની રહ્યા હતા કે એ સિવાયના કલાકારો એ દાન નથી કર્યું, જો કે ઘણા બૉલીવુડ કલાકારો એ દાન કર્યું છે પણ તેની જાહેરાત નથી કરી.

Also Read: કોરોના સામે લડવા માટે દાન ના કરતા અમિતાભ અને સોનાક્ષી થયા ટ્રોલ, આપ્યો કઈંક આવો જવાબ

લોકો દ્વારા ટ્રોલ થતા અને ભ્રમ ફેલાતા કેટલાક કલાકારો એ પોતાની દાનની વાત જાહેર કરી હતી. ટ્રોલ થનાર કલાકારોમાં સલમાન અને શાહરુખ પણ હતા, જો કે સલમાન અને શાહરુખ બંને એ દાન કર્યું છે જેમાં સલમાન એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા દૈનિક મજદૂરોની જ્વાબદારી સંભાળતા 50 લાખનું દાન કર્યું છે જ્યારે શાહરુખ એ પણ મોટા દાનની જાહેરાત કરી છે,

  • કોલકત્તા નાઈટ રાઇડર્સના માલિકો શાહરૂખ ખાન, ગૌરી ખાન, જૂહી ચાનલા અને જય મેહતાએ પીએમ કેર ફંડમાં યોગદાનનો સંકલ્પ લીધો છે
  • શાહરૂખ ખાન અને ગૌરી ખાને મહારાષ્ટ્ર સીએમ રાહત ફંડમાં પણ યોગદાનનો સંકલ્પ લીધો છે
  • હેલ્થ કેર વર્કર્સના સપોર્ટ અને સુરક્ષા માટે 50,000 પર્સનલ પ્રોક્ટેટિવ ઇક્વિપમેન્ટનું દાન
  • એસિડ સર્વાઇવરની સહાયતા કરવી વગેરે…
  • ગરીબ અને દૈનિક મજદૂરી કામ કરતા લોકો માટે એક મહિના સુધી રાશન કીટ
  • મીર ફાઉન્ડેશન સાથે મળી મુંબઈમાં 5500 પરિવારોને દરરોજ એક મહિના માટે જમવાનું પૂરુ પાડવામાં આવશે

Also Read: કોરોના સામે લડવા માટે દાન ના કરતા અમિતાભ અને સોનાક્ષી થયા ટ્રોલ, આપ્યો કઈંક આવો જવાબ