ચીનની અજીબો ગરીબ પ્રાણીઓના માંસ ખાવાની આદતે કોરોના જેવા ભયંકર વાઇરસને દુનિયામાં જન્મ દીધો અને આજે તેનો ભોગ સમગ્ર માનવ જાતિ બની છે. ચીનમાં કુતરા, બિલાડી અને ડુક્કર જેવા પ્રાણીઓને જીવતા પકાવીને ખાવાનું ચલણ છે અને પ્રાણીઓને અમાનવીય રીતે હેરાન પરેશાન કરવું તેમના માટે સામાન્ય વાત છે પરંતુ કોરોનાને ભરડે ચડતા ચીન સરકારે ફેબ્રુઆરીમાં જંગલી પ્રાણીઓના વેચાણ અને વપરાશ પર કાયમી પ્રતિબંધની જાહેરાત કરી હતી.

આ બાદ હવે ચીનના શહેર શેનઝેન એ એક પગલું આગળ જતા પાળતુ પ્રાણીઓના વેપાર અને વપરાશ પર પણ પ્રતિબંધ લાદયો છે. 1 મે થી અમલમાં આવનાર આ નવા કાયદામાં તેમાં સાપ અને ગરોળી સહિત સંરક્ષિત વન્યપ્રાણી પ્રજાતિના સંવર્ધન, વેચાણ અને વપરાશ પર પણ પ્રતિબંધ છે. શેનઝેન વન્ય પ્રાણીઓ પરના વ્યાપક પ્રતિબંધ પર તેના નવા કાયદાના ભાગરૂપે શ્વાન અને બિલાડીઓના વપરાશ અને વેપાર પર પ્રતિબંધ મૂકનાર ચીનનું પ્રથમ શહેર બન્યું છે.

નવા કાયદામાં જણાવ્યું છે કે,

“પાળતુ પ્રાણી તરીકે કૂતરાં અને બિલાડીઓ એ બીજા બધા પ્રાણીઓ કરતા માણસો સાથે ખૂબ ગાઢ સંબંધ બાંધ્યા છે, અને વિકસિત દેશોમાં અને હોંગકોંગ અને તાઇવાનમાં કૂતરાઓ અને બિલાડીઓ અને અન્ય પાળતુ પ્રાણીઓના વપરાશ પર પ્રતિબંધ મૂકવો એ સામાન્ય બાબત છે. આ પ્રતિબંધ માનવ સંસ્કૃતિની માંગ અને ભાવનાને પણ જવાબ આપે છે”

“માર્કેટ સુપરવિઝન ડિપાર્ટમેન્ટ કોમોડિટી ટ્રેડિંગ, કેટરિંગ અને અન્ય સ્થળો અને ઓનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધિત પ્રાણીઓ અને તેના ઉત્પાદનો, કામગીરી, જાહેરાત અને અન્ય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ અને સંચાલન કરવા માટે જવાબદાર છે.”

નવા પ્રતિબંધમાં ડુક્કર, ગાય, ઘેટાં, ગધેડા, સસલા, ચિકન, બતક, હંસ, કબૂતરો અને ક્વેઈલ જેવા પરંપરાગત રીતે ઉછરેલા પ્રાણીઓનો સમાવેશ થતો નથી, તેમ છતાં H1N1 (ડુક્કર), H5N1 (હંસ) અને સ્વાઇન ફ્લૂ (ડુક્કર) જેવા ઘણા રોગો છે જેની ઉત્પત્તિ આમાંથી કેટલીક પ્રજાતિઓમાંથી થઈ છે.